-
ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત શ્રી સી.આર. પાટીલ સાહેબનો પુસ્તકતુલા સમારોહ
ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, અડાજણ દ્વારા આયોજિત શ્રી સી.આર. પાટીલ સાહેબનો પુસ્તકતુલા અને અભિવાદન સમારોહ.
ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ ના ટ્રસ્ટી શ્રી રામજીભાઈ માંગુકીયા, શ્રી ઈશ્વરભાઈ માંગુકિયા, શ્રી ગિરધરભાઈ આસોદરિયા, શ્રી કિશનકુમાર માંગુકીયા, શ્રી જીજ્ઞેશભાઈ માંગુકિયા, અને કેમ્પસ ડાયરેક્ટરશ્રી કૌશિકભાઈ સોનાણી દ્વારા આયોજિત શ્રી સી.આર.પાટીલ સાહેબનો "પુસ્તકતુલા સમારોહ" અને અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો. સમારોહ ની શોભા વધારવા સાંસદશ્રી દર્શનાબેન ઝરદોષ, ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ ઘોઘારી, કુમારભાઈ કાનાણી, વી ડી ઝાલાવાડીયા, મુકેશભાઈ પટેલ, ઉપરાંત શહેર અગ્રણીઓમાં અનુભાઈ તેજાણી, જીવરાજભાઈ ધારુકાવાળા, નાનુભાઈ વાનાણી, મથુરભાઈ સવાણી, કેશુભાઈ ગોટી, મનહરભાઇ સાસપરા, શ્રી મનોજભાઈ મિસ્ત્રી, શ્રી દિનેશભાઇ પટેલ તથા સ્વામીશ્રી અમ્રિષાનંદજી મહારાજ હાજર રહ્યા. આ ઉપરાંત શહેરના અલગ અલગ સમાજ જેવા કે જૈન સમાજ, પટેલ સમાજ, રાજપૂત સમાજ, મુસ્લિમ સમાજ તેમજ શહેરના ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ, શિક્ષણશ્રેત્રનાં તજજ્ઞો દ્વારા સી.આર.પાટીલ સાહેબનું અભિવાદન કરવામાં આવ્યું.
કાર્યક્રમનું હ્રદય એવા "પુસ્તકતુલા સમારોહ" કે જેમાં પાટીલ સાહેબને તેમના વજનનું સવાયુ પુસ્તકોની ભેટ કરવામાં આવી. ૯ અલગ અલગ ક્ષેત્રનાં પુસ્તકો જેવા કે ધાર્મિક, રાજકારણ, વિજ્ઞાનને લગતા તેમજ પ્રેરણાત્મક, કાયદા અને બંધારણના, ઉદ્યોગને લગતા પુસ્તકો જેવા અલગ અલગ ૧૦૮ પુસ્તકોની સાહેબશ્રીને ભેટ કરવામાં આવી. આ ઉપરાંત શાળાનાં કર્મચારીઓ દ્વારા પેજ સમિતિનું નિર્માણ કરવામાં આવેલુ, જે સમિતિનાં મુખ્ય પાંચ વ્યકિતઓ દ્વારા સાહેબશ્રીને કાર્ડ અર્પણ કરવામાં આવ્યા.
રામ જન્મભૂમિ નિર્માણ હેતુ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ના ટ્રસ્ટીઓ દ્વારા 5,55,555/- જેટલી રાશિ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ માં અર્પણ કરવામાં આવી. શિક્ષણ જગતમાંથી મળેલી આ સર્વોચ્ચ રકમ છે, એવું નોંધવામાં આવ્યું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ એવા શ્રી સી. આર. પાટીલ સાહેબ એ પોતાના સંબોધનમાં વર્ણવ્યું કે શીક્ષણ ક્ષેત્રમાંથી પણ યુવાનો રાજનીતિ માં જોડાય અને દેશના ઘડતરમાં ફાળો આપે. શ્રી અમ્રિષાનંદજી મહારાજે આ ભવ્ય પુસ્તકતુલા સમારોહ ની વિશેષતા અને મહત્વ વિશે ઉપસ્થિત લોકોને વાકેફ કર્યા. શ્રી નાનુભાઈ વાનાણી અને શ્રી કુમારભાઈ કાનાણી દ્વારા યુવાધનના નિર્માણ અને ભારતના ભવિષ્ય નિર્માણ વિશે વાત કરવામાં આવી.
જય હિન્દ ! જય ભારત ! -
BLIND FOLD KEYBOARD PLAYING by Tulsi CBSE Class 7 C
-
Patriotic Song By MISTA ROY CHOWDHURY
Everyone who is born in this great land has only one identity- we are all Indians.
Get together, be the strength of the nation and help it reach greater heights. -
AAN @ The Radiant International School
-
We are welcoming you.....चले आओ.....चले आओ.....
-
Virtual Bird Farm Visit
-
ફીટ-ઈન્ડિયા સ્કૂલ વીક ઉજવણી-૨૦૨૦
-
Virtual ZOO visit Gujarati Medium Std. 1 to 5
Virtual ZOO visit
Gujarati Medium Std. 1 to 5 Students
#education #fieldtrip #zoo #kids #gujaratimedium #gujarati
#lion #video #live #zoovisit #virtualzoovisit #theradiant #adajan #school #rander #surat -
Manthan (Chapter-1) Fighting the pandemic Date:- 26th Sept. 2020 @THE RADIANT INTERNATIONAL SCHOOL